મમતા બેનર્જીએ પાછું PM મોદી પર સાધ્યું નિશાન, આ વખતે તો કરી નાખી બહુ મોટી વાત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશમાં ફાસીવાદી સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
Trending Photos
દેબરા (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશમાં ફાસીવાદી સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ભાજપ વિરુદ્ધના પોતાના અભિયાનની સરખામણી 1942ના ભારત છોડો આંદોલન સાથે કરી. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ અહીં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન અને તેમની પાર્ટીને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, 'કોઈએ તો આ જોખમ લેવું પડશે. 1942માં અંગ્રેજો વિરુદ્ધ ભારત છોડો આંદોલન શરૂ થયું હતું, હવે અમે ફાસીવાદી મોદીને સત્તામાંથી હટાવવા માટે લડી રહ્યાં છીએ.'
'આપણે મોદી અને ભાજપને બહારનો રસ્તો દેખાડીએ'
તેમણે કહ્યું કે, 'જો મોદી ફરીથી જીત્યા તો દેશમાં આઝાદી કે લોકતંત્ર નહીં રહે. આ જ સમય છે કે આપણે મોદી અને ભાજપને બહારનો રસ્તો દેખાડીએ. આ જ સમય છે કે લોકતાંત્રિક (ચૂંટણીલક્ષી) કવાયત દરમિયાન આ સરકારને ખતમ કરી નાખીએ.'
મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, 'લોકો સાર્વજનિક રીતે પોતાનો મત વ્યક્ત કરતા ડરી રહ્યાં છે. તેમણે કહ્યું કે દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ છે. કોઈ પણ ખુલીને બોલી શકતુ નથી. કારણ કે તેઓ તેમનાથી ડરે છે...આ તાનાશાહી અને આતંકને રોકવો પડશે.'
જુઓ LIVE TV
'પીએમ મોદી સંકટ સમયે ક્યારેય પશ્ચિમ બંગાળ આવ્યા નથી'
બેનર્જીએ ભારપૂર્વક કહ્યું કે, 'પીએમ મોદી સંકટ સમયે ક્યારેય પશ્ચિમ બંગાળ આવ્યાં નથી. તેમણે કહ્યું કે બંગાળમાં તમને મોટું રસગુલ્લુ (ઝીરો સીટ) મળશે.' મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ,'મોદીએ ખોટું કહ્યું હતું કે તેઓ ક્યારેક ચાવાળા હતાં.' તેમણે કહ્યું કે, ,ચાવાળો હવે ચોકીદાર બની ગયો છે.' અમારે ખોટું બોલનારો ચોકીદાર નથી જોઈતો. બેનર્જીએ આરોપ લગાવ્યો કે મોદીના રાજમાં ભારત ખતરામાં છે.
તેમણે કહ્યું કે, 'આપણને મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ અને સ્વામી વિવેકાનંદ જેવા નેતાઓની જરૂર છે. જો કે તેઓ (ભાજપ) ગાંધીજીની નહીં પરંતુ નથુરામ ગોડસેની વાત કરે છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે